પ્રકરણ – 24 “તો, વેદ-વૃંદા એટલે કૃષ્ણ-રાધા?” આ પૂછતી વૅળા મૅર્વિના હરખાઈ હતી! “બીજું શું?” અવનીને એમ હતું કે મૅર્વિના ખુશ થઈને સહેજ હસશે. પણ એવું ન બન્યું! તેણે કહ્યું- “પત્ર લખીએ?” “લખ!” મૅર્વિના-વૃંદાએ પત્ર લખ્યો હતો. પછી અવની અને વૃંદા છૂટા પડ્યા હતા. આખીય મુલાકાત વિશે અવનીએ વેદાંતને જણાવ્યું હતું અને પાછળથી વેદાંતે વૈદેહીને. મને ભમરાહ પહોંચાડવાની જવાબદારી અવનીએ લીધી હતી અને તેણે ગજબ રીતે મને ભમરાહ પહોંચાડ્યો હતો. અવનીએ આ કામ કઈ રીતે કર્યું એ વૈદેહી કે વિનાકુમારને જાણ નથી. તો, મને પત્ર મલ્યો હતો અને હું નીકળ્યો હતો. વિરમગામ રેલવે-સ્ટેશને અવની મળી હતી. ત્યાં એણે જે પ્રશ્નો