પલ પલ દિલ કે પાસ - બબીતા - 8

(11)
  • 6.2k
  • 2.2k

માત્ર આઠ વર્ષની ફિલ્મી કરિયરમાં બબીતાએ તે જમાનાના લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્ર, રાજેન્દ્ર કુમાર, મનોજકુમાર, શમ્મી કપૂર,શશી કપૂર અને જીતેન્દ્ર સાથે હિટ ફિલ્મો આપીને ટોપ નું સ્થાન મેળવ્યું હતું. બબીતાનો જન્મ તા. ૨૦ ૪ ૧૯૪૮ ના રોજ મુંબઈમાં એક સિંધી પરિવારમાં થયો હતો. પિતા હરિ શીવદાસાની દેશના વિભાજન વખતે કરાંચી છોડીને મુંબઈમાં આવ્યા હતા. બબીતાની માતા બ્રિટીશ ક્રિશ્ચિયન હતી.