ચંદા

(17)
  • 2.4k
  • 1
  • 668

વર્ષો પછી મંદાર આજે એના પ્રિય લીમડાને નિહાળી રહ્યો હતો.એનો પ્રિય લીમડો છેલ્લે છેલ્લે એના સ્વભાવ મુજબ કડવી યાદો દિલમાં મુકતો ગયો હતો. બે ખેતરની બરાબર વચ્ચે લીમડાનું ઝાડ. એક ખેતર મંદારના બાપુનું અને બીજું ખેતર ચંદાના બાપુનું. એટલે બન્ને નાનપણથી જ સાથે રમતા રમતા મોટા થયા. ચંદાનું નામ આમ તો ચંદ્રિકા પણ મંદાર એને ચંદા જ કહેતો હતો. ચંદાની સગી માઁ, તો ચંદા ૪ વર્ષની હતી ત્યારેજ એક ટૂંકી માંદગીમાં ગુજરી ગઈ હતી સાવકી મા ના આશરે ઉછરી રહેલી ચંદાનું જીવન કોઈ નરકાગારથી ઓછું નહોતું. ચંદાની સાવકી મા ને ચંદાની ઘરમાં હાજરી બિલકુલ સહન નહોતી થતી. એટલે એ એને