પ્રેમનો કિનારો - ભાગ ૨

(53)
  • 7.4k
  • 5
  • 4.7k

રાતે જમીને મુક્તિ લેપટોપ લઈને બાલ્કનીમાં બેઠી હતી. મુક્તિની આદત હતી દિવસ દરમ્યાન પોતે શું અનુભવ્યું તે લખવાની. પછી ભલે એ અનુભવ સુખદ હોય કે દુઃખદ. પોતાના અનુભવને શબ્દોની વાચા આપીને મુક્તિનું મન થોડું હળવું થઈ જતું. આજે નદીને જોઈને તેને કેટલાંય વિચારો આવી ગયા. એણે લખવાનું શરૂ કર્યું. "જીવન પણ નદીની માફક છે. સફર કેટલી પણ લાંબી હોય પણ નદી ક્યારેય થાકતી નથી. આગળ વધવું એ જ જીવન છે એ સબક નદી શીખવાડતી. અંતમાં એ પોતાની મંઝિલ સાગરને મળતી. જેમ નદી વહીને સાગરને મળે છે એમ જીવનમાં પણ વહેતા રહો કોઈ રાહી અવશ્ય મળશે. નદી સાગરમાં સમાવી