આજે સૂરજ અને નિશાના 'અબોલા' ને મહીનાઓ વીતી ગયાં. શાળા અને કૉલેજ કાળમાં એકમેકની તાકાત બની પડખે ઊભાં રહેતાં આ બન્ને મિત્રોની મૈત્રી લોકો માટે આદર્શ ઉદાહરણ હતું. શિક્ષણકાળ પશ્ચયાત બન્ને મિત્રો પોતપોતાના જીવન ઘડતરમાં અને ત્યાર બાદ ગૃહસ્થીમાં એવાં ખૂંપી ગયાં કે થોડાં વર્ષો એકમેકના સંપર્કમાં ઓછું રહી શક્યાં. બન્ને અલગ શહેરમાં સ્થાયી થઈ ગયાં હતાં. પણ હા, સમય અને અનુકૂળતા મળતાં ફૉન ઉપર એકબીજાના ખબરઅંતર પૂછી લેતાં. બન્ને પોતાની ગૃહસ્થીમાં સુખી અને ખુશ હતાં. બન્નેને નસીબજોગે સારા અને સમજુ જીવનસાથી મળ્યાં હતાં. હવે આ 'સોશિયલ મીડિયા 'ના કારણે સૂરજ અને નિશા અન્યોની જેમ 'વૉટ્સએપ' અને ' ફેસબૂક' થકી