આર્યરિધ્ધી - ૩૫

(50)
  • 3.4k
  • 6
  • 1.3k

લંડન ફ્લાઈટની એનાઉન્સમેન્ટ થતાં ક્રિસ્ટલ ની આંખો ખુલી ગઈ. તે ઝડપથી ઉભી થઈ ને ટર્મિનલ તરફ દોડવા લાગી. ક્રિસ્ટલ પાસે કોઈ સામાન હતો નહીં એટલે તેને સિક્યુરિટી ચેકીંગ માં વધારે સમય લાગ્યો નહીં.ક્રિસ્ટલ બિઝનેસ ક્લાસમાં વિન્ડો સીટ પાસે જઈને બેસી ગઈ. થોડી વારમાં ફ્લાઇટ ટેકઓફ થઈ એટલે ક્રિસ્ટલ આંખો બંધ કરીને ભૂતકાળના વિચારોમાં ખોવાઈ ગઈ ગઈ. જ્યારે તે તેના ફ્રેન્ડ્સ સાથે સ્ટર્જિસ ખાતે બાઇક રેલી માં ગઈ હતી ત્યારે ત્યાં આર્યવર્ધન તેને પહેલી વખત મળ્યો હતો.સ્ટર્જિસની સૌથી પ્રખ્યાત બાઇક રેસ યોજાઈ ત્યારે ક્રિસ્ટલે આર્યવર્ધન ની સાથે તેમાં ભાગ લીધો હતો. એ રેસમાં આર્યવર્ધન વિજેતા બન્યો અને ક્રિસ્ટલ બીજા નંબરે આવી.