ખેલ : પ્રકરણ-29

(214)
  • 6.2k
  • 9
  • 3k

બોરીવલી આર.ટી.ઓ. ચેક પોસ્ટથી થોડેક આગળ ટર્ન લઈને આદિત્યએ મોન તોડ્યું. "પૃથ્વી, જરા ટોમને ફોન લગાવી જો ક્યાં છે એ અને ક્યાં છે રાજીવ દીક્ષિત?" પૃથ્વીએ ટોમને ફોન લગાવ્યો. તરત જ ટોમે ફોન લીધો. "ટોમ ક્યાં છે તું?" "અરે હું અહી એક વાર નાસ્તો અને બે વાર ચા પી ચુક્યો છું. કંટાળ્યો છું હવે.” “અરે પણ અમે આવી ગયા છીએ.” પૃથ્વીએ હસીને કહ્યું. “ઓકે, હું રાજીવ દીક્ષિતના ઘરની આસપાસ છું, એડ્રેસ મુકું છું એસ.એમ.એસ.થી જલ્દી આવી જાઓ." "ઓકે......." કહી પૃથ્વીએ ફોન મુક્યો. થોડીવારમાં અદિત્યના મોબાઈલમાં એસ.એમ.એસ. ટોન વાગી. એસ.એમ.એસ. જોવા અદિત્યએ ગાડી ઉભી રાખી. એડ્રેસ જોઇને રાજીવ દીક્ષિતના ઘર તરફ