દાનીશ સવારે વહેલા પાંચ વાગ્યે ઊઠી ગયો... ફજરની નમાઝ અદા કરીને તૈયાર થઈને નાસ્તો પાણી પતાવીને એ સવારનાં સાડા છ વાગ્યે ડ્રાઈવરની સાથે પોતાની કારમાં રહેમતનાં ગામડે જવા નીકળી પડ્યો. માલની ડિલિવરી લેવા માટેનાં બે ટ્રક ડ્રાઇવરને પણ પોતાની ગાડીની સાથે જ રહેવાનુ કહી દીધું હતું. લગભગ દસ વાગ્યાની આસપાસ દાનીશ સમસ્તિપુર પહોંચી ગયો. બેય ટ્રક અને તેની કાર શકુરમિયાંનાં ખેતરે પહોંચી ગયા.