પપ્પા ઓ પપ્પા ક્યાં છો તમે, તમારી ચા અને છાપુ રાહ જોવે છે. રોજ ની જેમ આજે જલધિ એ પપ્પા ને હાકલ પાડી.. બસ એક જ અઠવાડિયું છે પછી તો પપ્પા ને ચા છાપું દેનાર આ દીકરી પોતાના પતિ ને સાચવતી હશે. રમેશ ભાઈ એ જ વિચાર કરતા કરતાં નીચે ઉતર્યા અને એક છેલ્લું પગથિયું ભૂલી ગયા ને પડ્યાં જલધિ રસોડામાં થી દોડતી દોડતી આવી. પપ્પા ક્યાં ધ્યાન હતું વાગ્યું તો નથી ને , તમે પણ શું કરો છો ઉભા રહો હું તમને ઉભા કરું. બાપ ને કંઈ થાય એટલે દીકરો મા બની જતી હોય છે. જલધિ પણ એના પિતાની લાડકી