છેલ્લી કડી - 5

(15)
  • 4.4k
  • 1
  • 1.6k

5. મદદગારોએ જ લુંટયા સવાર પડી. પુરુષોએ બે ટુકડી બનાવી. જંગલમાં કોઈ પણ હાથવગી ચીજ લઈ ઝાડ, દલખીઓ, ઘાસ, કાંટા પાઠરાદુર કરતાં કરતાં કેડી બનાવતા ગયા. અમારા સાથીઓ જે મળ્યું તે ખોરાક, હથિયાર વગેરે મેળવવા અલગ દિશાઓમાં ગયા. થોડા ઉતારુઓ ઊંચી જગ્યાએ ચડી કોઈનું ધ્યાન ખેંચવામાં પડયા. મધ્યાને અમે દૂરથી એક ટપકું જોયું. ટેકરી પરથી હાથનું નેજવું કરી મેં જોયું તો એક વહાણ આવતું જોયું પણ ખરું. એની સામે અવાજો કર્યા અને કપડાં ફરકાવ્યાં. તેઓ નજીક આવ્યા પણ ખરા. અમને થયું, કદાચ અમારે માટેની બચાવ ટુકડી ધાર્યા કરતાં ઘણી જલ્દીથી આવી ગઈ. પણ આ શું? વહાણમાંથી તો રુષ્ટપુષ્ટ, ઊંચા હબસીઓ ઉતર્યા.