અર્ધ અસત્ય. - 38

(237)
  • 7.9k
  • 16
  • 5.7k

કાળમિંઢ પથ્થરોની કરાલ ધારેથી ધોધમાર પડતાં સંખ્યાબંધ ઝરણાઓનો અદભૂત નજારો જોઇને અભય અચંભિત બન્યો હતો. ચાંદની રાતમાં રેળાતી દૂધીયા રોશનીમાં સો-એક ફૂટ ઉંચેથી સફેદ-ઝગ પાણી ફિણ-ફિણ થઇને નીચે ખાબકતું હતું એ દ્રશ્ય તેને સ્વર્ગની અનૂભુતી કરાવતું હતું. એકાએક આવું દ્રશ્ય જોવા મળશે એવું તેણે વિચાર્યું સુધ્ધા નહોતું. ખરેખર જાંબુઘોડાનું જંગલ વિચિત્રતાઓથી ભરપુર હતું એવું ક્યાંક તેણે સાંભળ્યું હતું એની સાક્ષાત અનૂભુતી અત્યારે થઇ રહી હતી.