પ્રકરણ-37 અન્યા રાજવીરની વાતો સાંભળીને સાવ શૂન્યમનસ્ય થઇ ગઇ એને સમજાતું નહોતું કે વિધિનાં વિધાન કેટલાં ઝડપથી બદલાઇ ગયાં એણે રાજવીરની આંખોમાં ઝાકળ જોયું અને રાજવીરને ગળે વળગી ગઇ અને આશ્વાસન આપ્યુ રાજવીરે સ્વસ્થ થતાં કહ્યું "અન્યા હવે ટર્નીંગ પોઇન્ટ આવ્યા છે અમારાં ત્રણેની જીંદગીમાં એક સાથે... પાપા અને એમનાં મિત્રએ નવી કંપની સ્થાપી હતી અને સમયનું પૈડું ઝડપથી વહી રહ્યું હતું હું દસમાંની એક્ઝામમાં ડીસ્ટીક્શન સાથે પાસ થઇ ગયો હતો માં શુટીંગનું 2-3 માસનું કહીને ગઇ હતી પરંતુ એનાં શરૂઆતમાં ફોન આવ્યા પછી ફોન આવતાં પણ બંધ થઇ ગયાં હતાં મને ખૂબ જ ચિંતા થતી હતી મેં