ટોમ બીજા દિવસે રાજીવ દીક્ષિતનો ઇન્ટરવ્યૂ પાસ કરી અર્જુનના ટેબલ ઉપર એની જગ્યાએ એનું કામ કરવા લાગ્યો હતો. તે તદ્દન બદલાઈ ગયો હતો. જીન્સ અને ટી શર્ટની જગ્યાએ દરજીએ સીવેલા આછો ગુલાબી શર્ટ અને બ્લેક પેન્ટ, પગમાં સ્પોર્ટ્સને બદલે પ્રોફેશનલ સૂઝ, વિખેરાયેલા વાળને બદલે વ્યસ્વ્થીત હોળેલા વાળમાં તે નખશીખ નોકરિયાત લાગતો હતો. ઓફિસમાં બધા જોડે પરિચય ઓળખાણ આપી લઈ એણે દરેક વ્યક્તિ વિશે એક અંદાજ બાંધ્યો. છેક બપોર સુધી એને જે કામ કરવું હતું એ કામ કરવાનો મોકો મળ્યો નહિ. શ્રીએ કહ્યું હતું એ મુજબ બપોરે લંચમાં બધા ઓફીસ છોડતા એ સિવાય બધા ઓફિસમાં જ રહેતા. ટોમ બપોરના લંચ સુધી,