પ્રકરણ – 23 બસ, હવે બહુ થયું, બહેન! ચાઈનાની ચૂડેલની ગુલામીમાંથી મુક્ત થવાનો સમય પાકી ગયો છે. એ ડાકણ દ્વારા તારામાં ઠોંસાયેલી માન્યતાઓને પડકારવાનો, સ્વયંને જાણવાનો અને સ્વતંત્રતાપૂર્વક વિચરવાનો સમય પાકી ગયો છે. -તારી બહેન, અવની. એ પત્ર વાંચીને મૅર્વિનાએ આખા શરીરમાં એક ઝણઝણાટી અનુભવી હતી. એ કાગળ લઈને તે સંગીતશાળામાં ગઈ હતી. વૈદેહીને સાથે ઘરે પાછી આવી હતી. તે અકળામણ અનુભવતી હતી. ઘરની છત પર જઈને તે ક્યાંય સુધી બેસી રહી. ઊંચી ઈમારતોની પાછળ અસ્ત થતાં સૂર્યને જોઈ રહી. પેલો કાગળ તે વારંવાર વાંચતી. એ કાગળમાં લખ્યેલો એક એક શબ્દ તેને યાદ રહી ગયો હતો. રાત્રે તેને ઊંઘ