છેલ્લી સાંજ

(13)
  • 6.3k
  • 1
  • 2.2k

સાંજ આપણા માટે કેટલુંય અનેરું લઈને આવે છે ને. ઘરે જવાનો ઉત્સાહ અને માંને મળવાની ખુશી.. પ્રિયતમની યાદ અને તેના આગમનની રાહ... આકાશે હરોળમાં ઉડતા પક્ષીઓ અને તેઓ દ્વારા રચાતી આકૃતિ.. સુરજની લાલિમાથી બનતું ચિત્ર અને તેને પોતાનામાં સમાવતી આ ધરતી.. આ સાંજ મને ખુબ ગમે છે. કાલે આવી જ એક સાંજ હતી. વર્ષની એ છેલ્લી સાંજ હતી. મેં વિચાર્યું કે છેલ્લી સાંજને પોતાની સાથે વીતાવું અને નવા વર્ષ માટે થોડીક વાતો પોતાને જ સમજાવું. આ વિચાર સાથે મેં ખભે બેગ લગાવી ચાલવાનું સારું કરી દીધું હતું. મંજિલ વગર ક્યાંય ન પોહચી શકાય માટે મંદિરને મેં પોતાની મંજિલ બનાવી