પ્રેમ કેમ તૂટ્યો... - ૧

(13)
  • 2.6k
  • 1
  • 1.1k

કિશન અને રીયા બંને નાનપણથી જોડે ભણતા. બંને નિશાળે એક જ પાટલીએ બેસતા. બંને હજુ અણસમજુ હતા એટલે પ્રેમ કે સંબંધ એવી બાબતે ઓછી સમજણ પણ ઉંમર વધવાની સાથે સમજણ થોડી ઓછી રહેવાની ? એવું જ કિશન સાથે થયું, કિશનને રીયા ગમવા માંડી હતી પણ કિશન રીયાને કંઈજ કહી શકતો નહોતો. બંને સારા મિત્રો હતા, બંને એક જ ગામમાં રહેતા હતા પણ જાતે અલગ હતા. કિશન રીયાને કહેવા માંગતો હતો કે "રીયા તું મને ગમે છે" પણ એ બાળદિમાગના કારણે કહેતા ડરતો હતો. એ સમયે એના ઘરે પપ્પા નવો મોબાઈલ લાવ્યા હતા, એ રમતા રમતા એણે મેસેજમાં લખી