પ્રકરણ - ૯ ( જીવન સંગ્રામ પ્રથમ ભાગનું આ છેલ્લું પ્રકરણ છે) આગળ જોયું કે આનંદ માંથી પરમાનંદ કઈ રીતે બને છે. અને પોતાનું જ્ઞાન પોતાને પાછું મળે છે હવે બધા જીજ્ઞાબેન બહેનને મળવા માંગે છે હવે આગળ બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ સવારની પ્રાર્થના માટે ભેગા થાય છે . પરમાનંદ પોતાની જગ્યા પર બેઠા છે .તેની બાજુમાં જીજ્ઞા બેઠી છે. પ્રાર્થના બોલી પરમાનંદ જીજ્ઞા ની ઓળખ કરાવે છે. પરમાનંદ:- આ મારી બાજુમાં બેઠેલી યુવતી જીજ્ઞા છે. જીજ્ઞા:- નમસ્તે ભાઈઓ. બધા:- નમસ્તે બહેન. રાજ :- સર, જીજ્ઞાબેન અમારી સાથે થોડી બૌદ્ધિક ચર્ચા