સુપરસ્ટાર - 12

(58)
  • 4.1k
  • 1
  • 1.8k

પોતાનો ઓર્ડર કરીને બેઠેલા શોભીતના ફોનમાં રિંગ વાગી હતી અને સામે અનુજાનો અવાજ સાંભળતા શોભિત તરત ત્યાંથી ઉભો થઈને ચાલી નીકળ્યો હતો.મિતાલીની રાહ જોતા-જોતા તેને આજે વર્ષો વીત્યા હોય એવું લાગતું હતું અને અત્યારે જઃ પોતાના કેસ માટે માર્ટિના ખૂનીના નામને સાંભળવા માટે શોભિત સરેઆમ ત્યાંથી ઉભો થઈને ભાગી નીકળ્યો હતો.મિતાલીના આવતા શું થશે તેની ચિંતા તેના મનમાં હતી પણ તેના માટે કેસ પણ એટલો જ મહત્વનો હતો.પોતાની કારમાં બેસીને જતા શોભિત પાછો પોતાના અને મિતાલીના વિચારોમાં સરી પડ્યો હતો..... કોઈ વાત વગર અચાનક જ તમે કોઈના વાતોમાં પડી જાવ,કોઈ અણધાર્યા સપનાઓને બાથ ભરીને અચાનક જ તમે જવાન