પ્રકરણ-15 ટૂથ બિહાઇન્ડ લવ નીલમ એક ધારી બોલી રહી હતી એક એક પળનું દ્રશ્ય ખૂબ વિસ્તારથી સમજાવી રહી હતી. જાણે હમણાં જ બધું બન્યુ છે એમ ફિલ્મ પટ્ટી ફરે એમ વર્ણવી રહી હતી. ત્રણે બહેનપણીઓ પણ ખૂબ રસપૂર્વક સાંભળી રહી હતી જાણે કોઇ સાચી જ ફિલ્મની સક્રીપ્ટ. નીલમે કહ્યું "ડીનર લીધાં પછી શેખ સરે કહ્યું "આપણે જોઇએ અંદર.. મારું તો મન શરીર બધુ નશામાં હતું. અને સાચું કબૂલૂ તો ખૂબ આનંદમાં હતું ખબર નહીં મને શું થઇ ગયું હતું હજી શેખ સરે જે પરફ્યુમ છાંટયું હતું એની સુવાસમાં તરબતર જ હતી. તેઓ એક મોટાં સ્યુટમાં લઇ આવ્યાં