K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - ૪

  • 4.4k
  • 1.3k

પ્રકરણ ૩માં જોયું કે.. કાવ્યાની તબિયત ખરાબ થતાં ચિંતાતુર ડો.કવિથ, કાવ્યાની પાસે આખી રાત એનો હાથ પકડીને બેસી રહે છે અને તેમની મુલાકાતને વાગોળતો હોય છે...કે કેવી રીતે વર્ષો પહેલાં એક સાહિત્યિક સંમેલનમાં કાવ્યાને તે પહેલીવાર મળ્યો હોય છે..! હવે આગળ.. પ્રકરણ ૪ યાદો વાગોળતા વાગોળતા લગભગ સવારના ૮ વાગી ચુક્યા હતા. કાવ્યાની હથેળી પર માથું રાખીને કવિથ શાંત મને સુઈ ગયો હતો. સવારની ડયુટીમાં રહેલા નર્સ, સુમિતાબહેન કવિથ પાસે આવ્યા અને તેને જગાડ્યો. ‘સર, તમે હવે જઈને ફ્રેશ થઇ જાવ હું આવી ગઈ છું, કાવ્યાબહેન જોડે હું બેઠી છું.’ લગભગ કવિથનાં દરેક વોર્ડમાં એક પર્સનલ બ્રધર નર્સ અને