‘રિઝવીની ધરપકડ પછી પોલીસને ખબર પડી કે શકીલ અને રિઝવી હ્રતિક રોશન માટે ચિકના અને તેના પિતા રાકેશ રોશન માટે ટકલા કોડવર્ડ વાપરતા હતા! એવી જ રીતે શાહરૂખ ખાન માટે તેઓ હકલા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ ફિલ્મ 22 ડિસેમ્બર, 2000માં રિલીઝ થવાની ત્યાં સુધીમાં એ ફિલ્મમાંથી રૂપિયા 22 કરોડ જેટલી આવક થશે એવો અંદાજ રિઝવીએ શકીલને ફોન પર આપ્યો હતો. દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ બોલીવૂડ પર કેટલી હદ સુધી કબજો જમાવવા માગતા હતા એનો ખ્યાલ પોલીસને નસીમ રિઝવીની ધરપકડ પછી આવ્યો.