નેકલેસ

(28)
  • 2.7k
  • 2
  • 792

"સુમન મારૂં ટિફિન તૈયાર નથી થયું ? ૯:૦૦ની બસ જતી રહેશે તો પછી સીધી ૧૦:૦૦ બસ છે. ઓફિસમાં મોડો પડીશ." "બસ પાંચ મિનીટ સુધીર, ટિફિન પેક જ કરું છું. બસ જતી રહે તો ટેક્સી..." બોલતા બોલતા સુમન અટકી ગઇ. ગળામાં ડૂમો ભરાઈ ગયો. "ડોન્ટ વરી, બધું ઠીક થઈ જશે." સુમનના ખભે હાથ મૂકી દિલાસો આપી ઝડપથી ઘરની બહાર નીકળી ગયો. સુધીરના ગયા પછી સુમન ઘરનું કામ આટોપવા લાગી. પણ ગળામાં બાઝેલો ડૂમો આખરે નીકળી જ ગયો. સુમન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. "આ બધું મારા લીધે જ થયું. હું જ જવાબદાર છું આ પરિસ્થિતિ માટે. સુમન ભુતકાળમાં સરી પડી. સુમન