કૂબો સ્નેહનો - 15

(30)
  • 3.5k
  • 2
  • 1.8k

? આરતીસોની ? પ્રકરણ : 15 વિરાજને સારા પગારની નોકરી મળતાં અમ્માને ખુશી વહેંચવા ફોન કરે છે. અમ્મા પણ મંજરીને જોવા અમદાવાદથી છોકરો એના પરિવાર સાથે આવવાના સમાચાર આપી એને ગામડે અઠવાડિયા માટે આવવા કહે છે... સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ બૉસની મંજૂરી મળતાં વિરાજ પણ ત્રણ દિવસની રજાઓ લઈને ગામડે આવી ગયો હતો. અમ્માએ અને મંજરીએ મહેમાનોના સ્વાગતમાં ચ્હા નાસ્તાની પૂરેપૂરી તૈયારી કરી દીધી હતી. અમ્માએ પ્રિન્સિપાલ સાહેબ અને એમના પત્નીને પણ આમંત્રણ આપ્યું હતું. આવતાં વેંત વિરાજને જોઈને એમણે ખુશીથી ગળે લગાવી દીધો હતો અને બોલી ઉઠયાં, “કંચનબેન !! લ્યો ત્યારે... આજે તો તમારી ખુશીઓ બેવડાઈ ગઈ