રુદ્રસિહેના દિલો દિમાગ ઉપર આદિત્યને જીવિત જોઇને ગહેરી, વિચિત્ર પણ ગમે તેવી, દિલ નાચી ઉઠે તેવી અસર થઇ હતી. કદાચ શ્રી કૃષ્ણ અને સુદામો મળ્યા ત્યારે તેવું જ કઈક સંવેદન થયું હશે તેની કલ્પના કરવી આ અજોડ મિત્રોની દોસ્તી પરથી શક્ય બને! ઘણા દિવસો પછી રુદ્રસિહ ઉત્સાહમાં ધરાઈને જમ્યા. પણ શ્રી માત્ર એમના માનમાં જ થોડું ખાઈ શકી. જેલમાં બેફામ મનુને જવાબ આપનારી શ્રી એક જ પળમાં પલટાઈ ગઈ હતી. તેના મનમાંથી અર્જુન ખસતો ન હતો. આદિત્યની વાત સાંભળ્યા પછી તેના મનમાં પેલા કિડનેપરના શબ્દો ભમતા હતા. એ માણસે ફોન ઉપર કોઈને કહ્યું હતું, “જી બોસ, બીજું મહોરું પણ મળી