બ્રહ્માસ્ત્ર : પૌરાણિક કાળનું Nuclear Weapon..!

(15)
  • 9.3k
  • 2k

આપણા વેદ-પુરાણો અને મહાકાવ્યોમાં ઘણી બધી જગ્યાઓએ શક્તિશાળી અસ્ત્રો-શસ્ત્રોનો ઉપયોગ થતો દેખાડાયો છે. નાગાસ્ત્ર, પાશુપશાસ્ત્ર, વજ્રાસ્ત્ર જેવા કંઇ-કેટલાય હથિયારો દ્વારા યુધ્ધભૂમિમાં વિધ્વંશ સર્જાયો છે! દૈવી શસ્ત્રોની અમાપ શક્તિ મેળવવા માટે ઋષિ-મુનિઓથી માંડીને ક્રુર રાક્ષસોએ ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)ની ઘોર તપસ્યા કરી હોવાની કથાઓ આપણે નાનપણમાં ખૂબ સાંભળી છે. પરંતુ આજે આપણે જે શસ્ત્ર વિશે વાત કરવાનાં છીએ એનાં વર્ણનો પુરાણોમાં ખૂબ વિસ્તારપૂર્વક આપવામાં આવ્યા છે. બ્રહ્માંડનાં સૌથી શક્તિશાળી હથિયાર ગણાતાં ‘બ્રહ્માસ્ત્ર’નો ઉપયોગ કરી શકવાની વિદ્યા ખૂબ ઓછા લોકો પાસે હતી.