સ્ત્રીની સુંદરતા

(20)
  • 8.4k
  • 3
  • 1.4k

સ્ત્રીની સુંદરતા એટલે શું? સ્ત્રીનું બ્યુટી પાર્લરમાં જઈને ફેશવોસ કરાવવું એ કે થોડા વાળ કટ કરાવીને આવવું એ? કે પછી આભૂષણોથી મસ્ત તૈયાર થઈને રહેવું એ? કે સ્ત્રીનું રૂપાળું દેખાવું એ એની સુંદરતા છે? કે પછી ખૂબ સારી રીતે તૈયાર થવું એ એની સુંદરતા છે? કે સુંદર વસ્ત્રો કે મોંઘાં ઘરેણાંઓ એ શું સ્ત્રીની સુંદરતા છે? આ દરેક બાબત સ્ત્રીની સુંદરતાનું માપદંડ નથી. કદાચ આ બધી બાબતથી સ્ત્રીની સુંદરતા વધતી હશે પણ એ સ્ત્રીની સુંદરતા તો નથી જ.તો આ જગત કેમ આ બાબતથી જ સ્ત્રીની સુંદરતાનું મૂલ્યાંકન કરે છે? સ્ત્રી એનાં સ્વભાવથી, લાગણીથી સુંદર