"ફાયદાનો સંબંધ"લે. નીરવ પટેલ "શ્યામ"સંગીતાના લગ્નને 25 વર્ષ પુરા થઇ ગયા હતા. એક 23 વર્ષનો દીકરો અને બીજી 19 વર્ષની દીકરી પણ હતી. તેનો પતિ રાકેશ સારું કમાતો, કોઈ ખોટ નહિ. લગ્નના 20 વર્ષ સુધી તો કોઈ ફરિયાદ રહી નહીં પરંતુ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ રાકેશ અને અંગીતા વચ્ચે માત્ર વાત અને સામાજિક કાર્યક્રમોમાં સાથે હાજરી આપવાના જ સંબંધો રહ્યા.એવું નહોતું કે બંનેના સંબંધોમાં કોઈ ખટાશ આવી હતી પરંતુ સમય સાથે રાકેશનો સંગીતાના શરીર પ્રત્યેનો લગાવ ઓછો થતો ગયો. પરિણામે સંગીતા છેલ્લા 5 વર્ષથી શરીર સુખથી વંચિત રહેવા લાગી. રાકેશ તો પોતાના મિત્રો સાથે બહાર ફરવા માટે