પ્રકરણ - ૮ આગળ આપણે જોયું તેમ આનંદ અર્ધપાગલ જેવું જીવન જીવી રહ્યો હતો હવે આગળ એક દિવસ આનંદ કોઈ ઊંડા વિચારમાં ઘરની અંદર આછા પ્રકાશ માં ખોવાયેલો હતો. આમ તો આનંદનું આવું રોજનું હતું. મોટાભાગે આખો દિવસ ઘરમાં જ કોઈ ખૂણામાં પડ્યો રહેતો. અને જો બહાર નીકળી જાય તો આખો દિવસ બહાર જ રખડ્યા કરતો .ઘરની અંદર આછો પ્રકાશ ફેલાયો હતો નજર નાખતા સીધા કોઇ જોઇ ન શકે તેવો પ્રકાશ હતો. ત્યાં જ અવાજ આવે છે આનંદ સર............. આનંદ સર .............. આનંદના મગજમાં ઝબકારો થયો જાણે અંધારી રાતમાં વીજળીનો ચમકારો થાય અને શક્ષણ