વિલીએ સુપ્રિયા સામે કબુલાત કરવાની શરૂઆત તો કરી પણ હવે તેની હિંમત ચાલતી નહોતી. તે થોડીવાર ચુપ રહ્યો. ફોન પર એકદમ સન્નાટો છવાઇ ગયો. જાણે બંને એકબિજાની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરતા હોય તેમ બેસી રહ્યા. આ જોઇ નિશીથે ઇયર ફોનમાં વિલીને કહ્યું “ચાલ જલદી કર હજુ તારે ઘણા કામ કરવાના છે.” આ સાંભળી વિલીએ બોલવાની શરુઆત કરતા કહ્યું “પ્રિયા, મે તારી સામે ઘણુ ખોટુ બોલ્યું છે. મે તારાથી ઘણુ બધુ છુપાવ્યું છે. મને માફ કરી દે જે.” આ સાંભળી સુપ્રિયાની લાગણીનું સ્થાન ગુસ્સાએ લઇ લીધુ અને બોલી “જો સુમિત આમ ગોળ ગોળ વાત નહીં કર, જે કહેવુ હોય તે ચોખ્ખું