પ્રકરણ-35 રાજવીરે કહ્યું "અન્યા આ મગમાં જ મને ચા-કોફી-દૂધ આપવામાં આવે છે મારો આગ્રહ છે મારી માં ની યાદગીરી ખૂબ છે મને વ્હાલી અને મારાં માટે કિંમતી પણ છે. અન્યા રાજવીરની સામે ટીકી ટીકીને જોઇ રહી. રાજવીરનાં છેલ્લાં શબ્દો વાગોળી રહી કે મારી અને ડેડીની એટીટ્યુડ સાચી છે ને ? એટલે રાજવીર મારી પાસે ન્યાય તોલાવવા માંગે છે ? હું કોણ ? અન્યા વિચારમાં પડી ગઇ કે હું કોણ કોઇને જજ કરનાર ? દરેક વ્યક્તિ એનાં વિચાર સમય સંજોગ અને પસંદગી પ્રમાણે જીવતું હોય છે એ જ્યારે જે રીતે જીવવાનું નક્કી કરે છે ત્યારે એને પોતાની સમજ -વિચાર