છેલ્લી કડી - 4

(13)
  • 3.8k
  • 4
  • 1.6k

. અડાબીડ જંગલમાં અરે? આ શું? નીચે તો અફાટ સાગર લહેરાય છે! તો હું ક્યાં આવી ગયો? ચોક્કસપણે ઉત્તર ને બદલે દક્ષિણે. હાશ! નીચે જમીનનો ટુકડો દેખાયો. મેં કોઈ અજાણી જગ્યાએ ઇમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યાનું એનાઉન્સ કર્યું અને.. એ તો મારું કૌશલ્ય જ કરી શકે. ગમે તેવી સાંકડી પટ્ટી- મેંગ્લોર હોય કે પોર્ટ બ્લેર કે હવાઈ ટાપુ, મેં વિમાન ઉતાર્યું જ છે. નીચે જમીન જેવું જોઈ હળવેથી, ઉતારુઓ માત્ર સહેજ ઉછળે એમ, એક પટ્ટી પર વિમાન ઉતાર્યું. આસપાસ ગાઢ જંગલ હતું. થોડે જ દૂર દરિયો હતો. હવે સૂર્ય મારી ડાબે હતો. હું દક્ષિણ તરફ જતો હતો. સૂર્ય માથે આવી પશ્ચિમ તરફ જવાની