યારા અ ગર્લ - 24

(23)
  • 3.1k
  • 1.4k

હજુ સુધી મોરોટોસ ને રાણી કેટરીયલ ની કોઈ ભાળ મળી નહોતી. તેને ફરી થી પોતાનું જીવન પહેલા ની જેમ રાબેતા મુજબ કરી દીધું. હવે તેણેે વોસીરોના સ્થાપના દિવસ પર ધ્યાન કેદ્રીત કર્યું. મોરોટોસ પોતાના કક્ષમાં હતો. ત્યાં રાજમાતા ઈમોગન આવ્યાં.ઈમોગન એ મોરોટોસ ના માતા છે. તેઓ વૃદ્ધ છે પણ ખૂબ પ્રેમાળ અને સમજદાર છે. મોરોટોસ તેમનું ખૂબ સન્માન કરે છે. એમની કોઈપણ વાત તે ક્યારેય ઉથાપતો નથી. વોસીરોના હિતના નિર્ણયો આજે પણ રાજમાતા પોતે લે છે. તેઓ હંમેશા મોરોટોસ માટે એક માર્ગદર્શક રહ્યા છે. તેઓ નીતિનિયમો અને ન્યાય અન્યાયમાં ખૂબ માને છે. તેમનાં નિર્ણય આગળ મોરોટોસ પણ કઈ કરી શકતો નથી.