પુનરાગમન

(35)
  • 3.7k
  • 6
  • 1k

"મીમી..!" ત્વરાએ એક જ વખત બૂમ પાડી. ને તરત જ મારી આંખ ખૂલી ગઈ. ઊંઘ તો પરોઢીયે જ ઉડી ચૂકી હતી. આંખો બંધ રાખીને પડી હતી. વહેલી સવારના પાંચ વાગ્યામાં બાલ્કનીમાં ઉભીને આંખમાં શેરીનો સૂનકાર ભરતી હોઉં એ ત્વરાને ન ગમતું. એ મને સાવ મૂંગી, કશાકમાં ડૂબેલી, ક્યાંક ખોવાયેલી જોઈ ન શકતી. ને એટલે જ હવે મેં વહેલું ઉઠવાનું બંધ કરી દીધું હતું. વહેલું ઉઠવાનું બંધ કરીએ તો વિચારો બંધ થઈ જતાં હશે ? તમે ઘટનાક્રમ બદલી શકો, પણ એથી ઘટના થોડી બદલાય ?! "લે, તું જાગતી હતી ?" મારી આંખ ખુલેલી જોઈ તરત જ એ મારી નજીક આવીને બેસી