જબરી વહુ .....(GJ-02)

(31)
  • 4.7k
  • 1
  • 1.2k

"જબરી વહુ".....(GJ-02)રીતસર ની તોપ ઘણઘણતી હોય અને આખાય બંગલા માં સંભળાય એમ કિચન માંથી બહાર આવતા આવતા પ્રભા બેન બોલ્યા..."સમયસર તૈયાર થઈ જજો બધા પાછા"... અને હા "પિંટુડા તુંય પાછો" ..." બૈરાઓ ની જેમ તૈયાર થવામાં ભવ ના કાઢ્તો પછી..... ."એક તો બોલવા મા ઢીલો ને પાછો તૈયાર થવામાં ય ઢીલો.".." અને હા ક્યાં છે તારા પપ્પા. એમને કહી દે કે આજે સુટ પહેરે".. "કહેજે કે દીકરા માટે વહુ જોવા જવાનું છે" .. "નાત ના જમણવાર ના નથી જવાનું"..."મોટું ખાનદાન છે...સમયસર પહોંચવું પડે નહિતર ઘરની વાત લઈ જશે એ લોકો."...તે વાત સમજી લેજો બધાય."...અને પ્રભા બેન ના હુકમ ની સામે