મનુ જીપમાં વળતા જવાબની રાહ જોઈ બેઠો હતો. થોડીવારે પ્રાઇવેટ નંબર ઉપરથી વળતો મેસેજ આવ્યો. તેણે સ્ક્રીનમાં જોયું, મેસેજ ઓપન કરતા જ એની આંખો પહોળી થઇ ગઇ. મેસેજ હતો : ફોટોમાં જે વ્યક્તિ છે એ એક ક્રિમિનલ છે. તેનું નામ ઉદય ઠાકુર છે. અને અત્યારે મુંબઇ ઝેલમાં છે. વોટ ધ હેલ ઇઝ ધીસ? મનું મોબાઈલ સામે જોઈને મનમાં જ સમસમી ઉઠ્યો. મુંબઈ જેલમાંથી એ માણસ બહાર કઈ રીતે આવ્યો? અને એની લાશ અહીં? આ સવાલના જવાબ હવે એ છોકરી જ આપશે. સ્ટિયરિંગ ઉપર હાથ પછાડી મનુએ ચાવી ઘુમાવી અને ઘર તરફ રવાના થઈ ગયો. * રુદ્રસિંહે લક્ષ્મી અને સિદ્ધાર્થને રાત્રે