અર્ધ અસત્ય. - 31

(215)
  • 7.7k
  • 20
  • 5.6k

એકસાથે કેટલીય ઘટનાઓ આકાર લઇ રહી હતી. અભય પૃથ્વીસિંહજીની તલાશમાં લાગ્યો હતો તેમાં હવે બંસરી નામનું નવું આશ્વર્ય ઉમેરાયું હતું. બંસરી અભયના કેસમાં રઘુભાની ગિરફ્તમાં ફસાઇ હતી અને તેને રાજસંગ નામનો પોલીસ અફસર બચાવી લાવ્યો હતો. દેવા નામના શખ્સે કોઇના કહેવાથી અભય ઉપર હુમલો કર્યો હતો જેમાં તે બુરી રીતે અસફળ રહ્યો હતો અને અભય એક પોલીસવાળો છે એ જાણીને ગભરાઇ ગયો હતો. રમણ જોષીને બંસરીની ફિકર હતી તો તેને મદદ કરનાર સુરતના એસીપી કમલ દિક્ષિત કોઇ અલગ જ ફિરાકમાં હતi.