પ્રકરણ ૨માં જોયું કે... કવિથ તેના કોલેજના દિવસોમાં, તેના મા-બાપ, તેને બારડોલીથી અમદાવાદ મુકવા આવેલા, ફ્રેશર પાર્ટી, તેનું મિસ્ટર ફ્રેશર તરીકે અને ક્રિષાનું મિસ ફ્રેશર તરીકે પસંદ થવું, ક્રિષાનાં ગ્રુપ સાથે, વિવાન ફેનિલનું જોડાવવું આ બધું જ યાદ કરતો કરતો સુઈ ગયો હોય છે, અડધી રાત્રે કવિથનાં રૂમનો દરવાજો પલ્લવીબહેન ખખડાવે છે અને કહે છે 'રૂમ નંબર ૧૩ નાં દર્દીની તબિયત ખરાબ છે સર...રૂમ નંબર ૧૩ સાંભળીને કવિથ સફાળો બેઠો થઇ જાય છે અને ચિંતાતુર થઇ જાય છે અને હવે આગળ... પ્રકરણ ૩ કવિથ નાઈટ ડ્રેસમાં જ ફટાફટ દાદરા ઉતરીને તેની કેબીનની બરાબર બાજુમાં રહેલા રૂમ નંબર ૧૩માં