કળયુગના ઓછાયા - ૨૧

(87)
  • 4.2k
  • 4
  • 2.2k

મીનાબેનના બુમ પાડતા જ હુ ઉભો રહી ગયો....તેમની તરફ ફર્યો, અને બોલ્યો, શું કામ છે ?? મીનાબેન : તમને નથી લાગતું આ બધુ સરાસર ખોટું થઈ રહ્યું છે.....મને બહુ એ છોકરી વિશે ખબર નથી પણ ત્યાનુ બધુ જોઈને એને આત્મહત્યા તો નથી કરી એ ચોક્કસ છે...પણ મને તો એ બે છોકરીઓ પર પાકી શંકા થઈ ગઈ છે તથા મે એ પેલી રૂપાળી ને છુટા વાળવાળી છોકરી હતી એને કહેતા સાભળી કે સારૂ થયું મે વેળાસર પપ્પાને ફોન કરીને બોલાવી દીધા.... બીજી છોકરી (ચાર્મી ): નહી તો એ કાન્તિભાઈ એ તો પેલા હોસ્ટેલ ના માલિકને બોલાવી લીધા હતા....અને પોલીસ આવી ગઈ