આગળ આપણે જોયું કે સચી કોલેજ ગૃપ સાથે કૂલુ પહોચે છે.....કૂલુ માં હોલ્ટ લઈ બીજા દિવસે સવારે મનાલી જવા નિકળે છે. સચી એની દુનિયા માં ખોવાયેલી હોય છે.કુદરત ના સૌંદર્ય નું રસપાન કરતી હોય છે. બધાં પહેલાં દિવસે સવારે બ્રેકફાસ્ટ કરી એક જગ્યાએ એકઠાં થાય છે ને પ્રોફેસર અને સ્ટાફ આગળ નો કાર્યક્રમ કહે છે . સૌ પ્રથમ એ બધાં જગત સુખ ગાયત્રી ટેમ્પલ દર્શન કરી પર્વત પર ટ્રેકીંગ કરવાં જવાનું હોય છે.સચી અને નિનિયા એકબીજા સાથે વાતો કરતાં હોય છે ત્યા જ શેખર આવી જાય છે.. શેખર સચી ને છંછેડવા નો મોકો છોડતો નથી. એ બંને ની નોકજોક ચાલું ...નિનિયા પણ