મોડી રાત્રે રુદ્રસિંહના દરવાજે ટકોરા પડ્યા. રુદ્રસિંહ હજુ પુસ્તક વાંચતા હતા. લક્ષ્મી અને સિદ્ધાર્થ ઉપર જઇ સુઈ ગયા હતા. રુદ્રસિંહને વર્ષોથી એક જ આદત હતી જ્યાં સુધી મનું ઘરે ન આવે ત્યાં સુધી એ ઊંઘતા નહિ. જીવનમાં એકવાર કરેલી ભૂલ માટે રુદ્રસિહને એક પ્રકારનો ફોબિયા થઇ ગયો હતો. આદિત્યએ રુદ્રસિહને સ્નાઇપર સોપીને પોતે બેકઅપ કિલરનું કામ કર્યું એમાં એક ધડાકામાં આદિત્ય મૃત્યુ પામ્યા, એ દ્રશ્ય ફરી ફરીને આંખો સામે આવી જતું. પોતાના મિત્રની મોત માટે રુદ્રસિહ હમેશા પોતાની જાતને જવાબદાર માનતા. જો હું એની સાથે હોત તો આદિ આજે મારી સાથે હોત.... પણ હવે મનુ સાથે હું ક્યારેય એવું નહિ થવા