૨ વર્ષની ઉંમરે બન્ને પગ ગુમાવનાર કાઠિયાાડના હાવજ ભીમાને અત્યારે વિરાટ કોહલી પણ સલામી ઠોકે છે! લેખક:- અલ્પેશ કારેણા. હદય સોંસરવો થઈને નાકમાંથી જો એક ઓડકાર થમસબ કે પછી કોઈ માદક પીણાનો નીકળી જાય તોય આંખે પાણી નીતરી જાય. સહેજ અમથી ઠેસ પગની માત્ર એક આંગળીએ વાગે ને તોય તરત મમ્મી અને નાની યાદ આવી જાય. બે મિનિટ કોઈએ આંખ આડે પટ્ટો બાંધ્યો હોય અને પછી ખોલે તો જાણે સાત સૂર્યનો પ્રકાશ મળ્યો હોય એટલો હાશકારો અનુભવાય. તો વિચારો કે જેને આખી આખી જિંદગી આવી દિવ્યાંગતા સાથે શ્વાસ લેવાનો હોય એની કેવી હાલત થતી હશે. વધુ ડબડબ ન કરતા સીધો