વૃધ્ધ આંખો

(14)
  • 4.5k
  • 3
  • 1.2k

વૃધ્ધ આંખો એક આધેડ બાઈ બોલી. એ છોકરા.... કોનો છોકરો છો.? છોકરો બોલ્યો "મોટાબા મારા બાપનો." નવરીનો સામે બોલે. ના, મોટાબા હું તો આમ આડું જોઈને બોલ્યો. તારીમાને... ધૂળ ઉડાડે છે.તારીમાં આંખમાં ઉડશે.એમ મોટાબા બોલ્યા. છોકરો અપલણનો...બોલ્યો હે માં! ધુળ કોઈની માં હોય? મોટાબા બોલ્યા "ઇ એમજ કેવાય" છોકરા તોફાન કરે ત્યારે.. તારો બાપ વાડીએ વયો ગ્યો(જતો રહયો) છોકરો બોલ્યો હા,મોટાબા... પણ તમે તો હમણાં મારા બાપનું નામ પૂછતાં તા ને હવે કયો મારો બાપ........? નવરીનો...7મી ચોપડી ભણે.. પણ બોલતા કેવું આવડે...!!! છોકરો બોલ્યો મોટાબા બોલવું એમાં શુ? મોઢું ખોલીએ એટલે બોલાય.... મોટાબા મારી બા (મમ્મી)બોલાવે કહી એ જતો રહ્યો.