જાણે-અજાણે (38)

(68)
  • 4.9k
  • 2
  • 2.6k

કૌશલ જાણતો હતો કે જો રેવાની દરેક વાતની જાણ હોય તો તે દાદીમાં જ છે. અને તેનાં દરેક પ્રશ્નોના જવાબ પણ તેમની પાસેથી જ મળી શકે છે. એટલે તે ફટાફટ દાદીમાં પાસે પહોંચ્યો. કૌશલને જોઈ તેમને ભાન થઈ ચુક્યું હતું કે તે શું વાત કરવાં આવ્યો છે. " આવ કૌશલ.... હું તારી જ રાહ જોતી હતી. " હાથમાંથી સિલાઇ કરતાં કાપડને નીચે મુકી દાદીમાં બોલ્યાં. કૌશલે આસપાસ નજર ફેરવી. કોઈ હતું નહીં ફક્ત દાદીમાં પોતાનું કામ કરતાં હતાં. એટલે તેમની નજીક જઈ બોલ્યો " દાદીમાં... આ ડાયરી.... આમાં તો...." શું બોલે અને કેમનો પૂછે