માથાભારે નાથો - 25

(72)
  • 6.3k
  • 4
  • 1.9k

નાથો અને મગન રવજીના કારખાનામાં ગયા એટલે રામાએ બુલેટનું સ્ટેન્ડ ઉતારીને કીક મારી. અને મહિધર પુરા માર્કેટ આવ્યો.નાથાએ જે ગોળી પીવડાવી હતી એનો એને આફરો ચડ્યો હતો. "સાલો પેલો ખહુરિયો કરાઈમ બ્રાન્સમાં ચયાંથી ઘૂસ્યો ? નરશી શેઠને વાત કરવી પડશે, આમ તો બબ્બે અડબોથના ગરાગ છે, પણ પોલીસમાં મારા બેટાવને ભારે મોટી ઓળખાણ લાગે સે.ઠેઠ ગાંધીનગરસુધીના છેડા સે..આમની અડતું બવ જાવું હારુ નઈ.હાળા કરાઈમ બ્રાન્સવાળા તો ઢીંઢા ભાંગી નાખે." એમ વિચારતો વિચારતો રામો નરશીની ઓફિસે પહોંચ્યો. મહિધરપુરા માર્કેટ, મોટી બજાર અને વરાછામાં ભરાતી બજાર મિનિબજાર કહેવાય છે. હીરા બજારની સૌથી મોટી સમસ્યા છે પાર્કિંગ. એ બજારમાં કોઈપણ સમાન વગર ચાલીને