પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! - ૪

(17)
  • 3.5k
  • 1.7k

"પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૪: "અધૂરો પ્રેમ..! " નવરાત્રિમાં ધમાકો થયો હતો.. મુસ્કાન, ચિરાગ અને અપર્ણાની સામે ઉભી હતી.. "એક મિનિટ ચિરાગ, અર્જન્ટ છે , પર્સનલ વાત કરવી છે....!" મુસ્કાન એ રીતે બોલી કે ચિરાગ ના પાડી શક્યો નહિં. "ચિરાગ મારે અબ્રોડ નથી જવું, હું ઇન્ડિયામાં જ રહીશ. પ્લીઝ પણ તું મારી સાથે મેરેજ કરી લે, હું તારા વગર નહીં જીવી શકું, મને ખબર છે તુ હજી પણ મને પ્રેમ કરે છે...!" મુસ્કાન ભાવનાઓમાં બેકાબૂ બનીને શબ્દોથી વહી રહી હતી.. પણ ચિરાગ શાંત હતો.. "મુસ્કાન, તારી ભાવના પર થોડોક કાબૂ રાખ. અને દૂર રહેજે મારાથી..