અર્ધ અસત્ય. - 29

(224)
  • 7.8k
  • 12
  • 5.5k

“અભય” બંસરીના ગળામાંથી શબ્દો સર્યા હતા અને તે ધસમસતી વહેતી કોઇ નદીની જેમ દોડી હતી. અભય કંઇ સમજે એ પહેલા તો બંસરી પોતાના બન્ને હાથ ફેલાવીને તેને વળગી પડી હતી. અભય માટે આ સાવ અન-અપેક્ષિત હતું. તે આ યુવતીને ઓળખતો નહોતો કે ક્યાંય મળ્યો હોય એવું પણ યાદ આવતું નહોતું. તે આશ્ચર્યના મહા-સાગરમાં ગોથા ખાવા લાગ્યો. એક અજાણી યુવતી અચાનક આવીને ભેટી પડે તો કોઇ પણ માણસ હેબતાઇ જાય. અભય પણ હેબતાઇ ગયો હતો.