છેલ્લી કડી - 3

(14)
  • 4.1k
  • 4
  • 1.5k

3. સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની..અમે દિશાહીન ચારે તરફ ખુલ્લા આકાશના ઘુમ્મટમાં ગુંજતી માખીની માફક ગુંજન કરતા ફર્યે રાખતા હતા.મેં હનુમાનજીને યાદ કર્યા. મગજમાં એક ઝબકારો થયો. ઓહ! થોડી ક્ષણો પહેલાં મારા જમણા હાથે ગુલાબી રેખા જોયેલી એટલે કે પુર્વ. તો હું ઉત્તર ભણી જઈ રહેલો. બેઇજિંગની નજીક? મેં તે દૈવી લાલિમા જોવા પ્રયત્ન કર્યો. ભગવાન આદિત્યને માર્ગ બતાવવા પ્રાર્થના કરી. પરંતુ આકાશી હિમાલય જેવડા વાદળ પુંજો વચ્ચે મને કઈં જ દેખાયું નહીં .ઠીક, તો હિમાલય મારી ડાબે હશે. તો થોડું ડાબે જવું સલામત રહેશે. લાકડી વગરના દિવ્યાંગની જેમ મેં દિશાહીને, અટકળે સુકાન ઘુમાવ્યું અને ગતિ વધારી જેથી એ