ખેલ : પ્રકરણ-17

(198)
  • 6.2k
  • 6
  • 3.1k

"અર્જુન, આપણું જીવન કેવું વિચિત્ર છે?" બીચ ઉપર અર્જુનના ખભા ઉપર માથું ઢાળી શ્રી બોલતી હતી. "કેમ?" "બસ એમ જ આપણું જીવન બધા કરતા અલગ છે. જે ઉંમરે બીજા લોકો જીવનને સમજતા જ નથી એ ઉંમરે આપણે આપણા ફેસલા જાતે જ કરવાના હતા, ન કોઈ સલાહ આપનાર ન કોઈ રોકનાર, ન કોઈ ટોકનાર.. કેવું વિચિત્ર?" "એ બધું હવે યાદ કરીને શુ લેવાનું?" અર્જુને તેની આંખોમાં જોયુ, એમાં ભૂતકાળના દુઃખ સ્પષ્ટ દેખાતા હતા. "પણ અમુક સવાલ તો જીવન સાથે જ પુરા થાય અર્જુન." શ્રીનો અવાજ પણ મંદ હતો. "એવા સવાલ ભૂલી જવામાં જ ભલાઈ હોય છે શ્રી, ભૂતકાળમાં નજર કરીને ભવિષ્ય ઝાંખું કરવાનો