હું ગામડાં ની શાળા માં ભણતો ત્યારની વાત છે, હવે તો એનું નામ પણ બરાબર યાદ નથી. બચપણથી જ બહુ રુપાળી હતી, એમાં પણ બે ચોટલી વાળી રિબન નું ફૂલ બનાવી ને આવતી ત્યારે તો એ કોઈ પરી જેવી લાગતી, અને ભણવામાં પણ એટલીજ હોશિયાર, દર વખતે પહેલો નંબર તો એ જ ખાઈ જતી. પણ ખબર નહીં કેમ એ હંમેશા છેલ્લી બેન્ચ પર જ બેસતી. હું ભણાવામાં ઠીક ઠીક હતો, પણ બેસવાનું તો પહેલી અથવા બીજી બેન્ચ પર જ કારણકે મારા મિત્રો પણ આગળ જ બેસતા. કોઈ પ્રશ્ન એવો ન હોઈ કે જેનો જવાબ એને ન આવડતો હોઈ. સાહેબ જ્યારે