પરમ જ્ઞાની પમલો

(48)
  • 3.6k
  • 1
  • 985

પમલો જન્મ્યો ત્યારે રડ્યો નહિ એટલે સૂયાણીએ એને બે પગ પકડીને ઊંધે માથે લટકાવીને પાછળ બે ચાર થપાટો ઠોકેલી. અને એ વખતે એણે એવો ઘાંટો પડ્યો કે છેક ગામના છેવાડે સુતેલા કૂતરા પણ ભડકીને ભાગેલા !! ત્યારબાદ એ સાત આઠ વર્ષ સુધી ગામની શેરીઓમાં કૂતરાની દોસ્તી કરીને રખડતો રહેતો.આખા ગામમાંથી રોટલા માંગી માંગીને એ કૂતરાઓને ખવડાવ્યા કરતો. પમલાને જોઈને આખા ગામના કુતરાઓ એની પાછળ પૂંછડી પટપટાવતા અને એના પગ ચાટીને પગમાં જ આળોટી પડતા, ત્યારે પમલાને પોતે કોઈ મહાન સંત મહાત્મા હોવાનું ગુમાન થતું અને પોતાના દરેક ભક્ત કુતરાઓ પર એ અમી દ્રષ્ટિ વ્હાવ્યા કરતો. જટાશંકર ગોર થી માંડીને નાઝા